કેન્દ્ર સરકારે આવતીકાલે નવી દિલ્હીમાં આયોજીત સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આયોજીત સમારોહમાં આમંત્રિત થવા માટે દેશભરમાંથી 6 હજાર જેટલા વિશેષ અતિથિઓને આમંત્રિત કર્યા છે. 24 જેટલી જુદી જુદી શ્રેણીઓમાં આ અતિથિઓને આમંત્રિત કરાયા છે, જેઓ દેશના વિવિધ સમુદાયોમાંથી આવે છે.
આ યાદીમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિનો લાભ મેળવનારા કુલ 250 ખેડૂતોને અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે. ઉપરાંત પ્રધાનમંત્રી પાક વિમા યોજનાનો લાભ મેળવનારા 250, ખેડૂત ઉત્પાદન સંઘના 250 પ્રતિનિધિઓ સામેલ છે.
આ ઉપરાંત ગ્રામીણ અને વંચિત વિસ્તારોમાંથી માળાખાકીય સેવાઓ પ્રદાન કરવામાં સહયાક 150 માન્યતા પ્રાપ્ત આશા વર્કર અને એએનએમ કાર્યકર્તાઓને પણ આમંત્રિત કરાયા છે.
દેશની વિવિધ પંચાયતોમાંથી ત્રણસો જેટલા મહિલા પ્રતિનિધિઓ, 150 લખપતિ દીદી, અને એકસો પચ્ચાસ ડ્રોન દીદીઓને પણ આ સમારોહમાં અતિથિ રૂપે આમંત્રિત કરાયા છે.
સમારોહમાં એકલવ્ય મૉડ઼ેલ આવાસીય યોજના અંતર્ગતના દોઢસો વિદ્યાર્થીઓ, 100 કલાકારો, અને વન ધન વિકાસ કેન્દ્રના સભ્યો, આંગણવાડી, સખી કેન્દ્રો, મહિલા સશક્તિકરણ માટે કાર્યરત સંકલ્પ હબ અને બાલ કલ્યાણ સમિતિની ત્રણસો મહિલા કાર્યકર્તાઓ, મારી માટી મારો દેશ અંતર્ગત NSS ના 400 જેટલા સ્વયંસેવકો તેમજ મેરા ભારત મહાનના 200 લાભાર્થીઓ ભાગ લેશે. વિશેષ અતિથિ તરીકે પેરિસ ઑલિમ્પિક 2024ના અંદજે દોઢસો જેટલા ખેલાડીઓને આમંત્રિત કરાયા છે.
આ ઉપરાંત આકાંક્ષી બ્લૉક કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક બ્લૉકનું પ્રતિનિધિત્વ કરનારા એક હજાર સભ્યો, નવું સંશોધન કરનારા 200 જેટલા સંશોધકો, અટલ નવાચાર મિશનના વિદ્યાર્થીઓ તેમજ પીએમશ્રી યોજનાના 200 જેટલા વિદ્યાર્થીઓને આમંત્રિત કરાયા છે.
Site Admin | ઓગસ્ટ 14, 2024 8:41 પી એમ(PM)