ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 18, 2024 8:38 એ એમ (AM) | કેન્દ્ર સરકાર

printer

કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીએની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં ભરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો

કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીએની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં ભરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે FORDA અને IMA સહિત વિવિધ આરોગ્ય સેવા હિતધારકો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં લીધા બાદ સરકારે આ નિર્ણય લીધો છે.તેણે રાજ્ય સરકારોને આ બાબતે સમિતિ સમક્ષ તેમના સૂચનો રજૂ કરવા કહ્યું છે.
શુક્રવારે કેન્દ્ર સરકારે એક નોટિસ બહાર પાડી હતી જેમાં સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સંભાળ રાખતા કર્મચારી સાથે થયેલા કોઈપણ મૌખિક દુર્વ્યવહાર અથવા શારીરિક હિંસા સામે છ કલાકની અંદર એફઆઈઆર નોંધવા માટે નિર્દેશ આપ્યો છે. સરકારે વધુમાં જણાવ્યું છે કે સંસ્થાના વડા નિર્ધારિત સમયગાળામાં એફઆઈઆર દાખલ કરવા માટે જવાબદાર રહેશે.
ઉલ્લેખનીય છે કે કોલકાતાની આર જી કાર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલા દુરવ્યવહાર અને દુષ્કર્મને લઈને સમગ્ર દેશમાં ભારે હોબાળો થતાં કેન્દ્ર સરકારે આ નોટિસ બહાર પાડી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ