કેન્દ્ર સરકારે આદિજાતિ સમુદાયની વસતી ધરાવતા વિસ્તારોમાં સમાન અધિકારો સુનિશ્ચિત કરતી પ્રધાનમંત્રી જનમન યોજનાને અમલમાં મૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ યોજનાનો શુભારંભ કરાવતાં જણાવ્યું હતું કે તેમની સરકાર ગ્રામીણ વિસ્તારોના વિકાસ સાથે દેશના વિકાસને આગળ ધપાવી રહી છે.
આજે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્રામીણ ભારત મહોત્સવનો શુભારંભ કરાવતા તેમણે વધુમાં કહ્યું કે તેમની સરકાર ગ્રામીણ વિસ્તારોને વિકાસ અને તકના નવા કેન્દ્રો બનાવીને અધિકાર સંપન્ન ગ્રામીણ ભારતનું ધ્યેય હાંસલ કરી રહી છે.
આના ભાગરૂપે કેન્દ્ર સરકારે દરેક ગામમાં પાયાની સુવિધાઓ વિકસાવવાનો આરંભ કર્યો છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ગ્રામીણ ક્ષેત્રોના કલા કસબીઓ સાથે સંવાદ કર્યો હતો.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રની એનડીએ સરકાર દ્વારા વિવિધ વર્ગની પ્રગતિ માટે શરૂ કરેલી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી. આ મહોત્સવ દેશના ગ્રામીણ વિસ્તારોની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનો પરિચય આપવાની સાથે સાથે આ ક્ષેત્રની મહિલા ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાનું ધ્યેય ધરાવે છે.
Site Admin | જાન્યુઆરી 4, 2025 8:05 પી એમ(PM)