ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 12, 2024 2:42 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ-રાજસ્થાનની ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ચાલુ નાણાકીય વર્ષ માટે 15મા નાણાં પંચની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જાહેર કર્યો

કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ-રાજસ્થાનની ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ચાલુ નાણાકીય વર્ષ માટે 15મા નાણાં પંચની ગ્રાન્ટનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે.
પંચાયતી રાજ મંત્રાલયે કહ્યું કે, આંધ્રપ્રદેશને લગભગ 396 કરોડ રૂપિયાની મૂળભૂત ગ્રાન્ટ અને લગભગ 593 કરોડ રૂપિયાની નિયત કરેલી રકમની ફાળવણી કરાઈ છે. આ રકમ આંધ્રપ્રદેશમાં ચૂંટાયેલી પાત્ર જિલ્લા પંચાયતો, 616 પાત્ર બ્લોક પંચાયતો અને 12 હજાર 853 પાત્ર ગ્રામ પંચાયતો માટે છે.
મંત્રાલયે કહ્યું કે રાજસ્થાનને અંદાજે રૂ.507 કરોડની મૂળભૂત ગ્રાન્ટ અને 22 પાત્ર જિલ્લા પંચાયતો, 287 લાયક બ્લોક પંચાયતો અને 9 હજાર 68 લાયક ગ્રામ પંચાયતો માટે આશરે રૂ. 761 કરોડની નિયત ગ્રાન્ટ પ્રાપ્ત થઈ છે. મંત્રાલયેએ પણ નોંધ્યું કે, મૂળભૂત અનુદાન, પંચાયતોને ભારતના બંધારણની 11મી અનુસૂચિ હેઠળ કૃષિ અને ગ્રામીણ આવાસથી લઈને શિક્ષણ અને સ્વચ્છતા સુધીના 29 વિષયોમાં ચોક્કસ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ બનાવશે.
દરમિયાન ટાઈડ અનુદાન મુખ્ય સેવાઓ જેમ કે સ્વચ્છતા, ખુલ્લામાં શૌચમુક્ત સ્થિતિની જાળવણી અને પાણી વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ