પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારની યોજનાઓની પહોંચ વધારવા માટે ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. મોદીએ રાજ્યોમાં સંચાલનમાં વધુ સુધારો કરવા કેટલાંક સૂચનો કર્યા હતા અને કલ્યાણ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.
શ્રી મોદી ગઈકાલે નવીદિલ્હીમાં ભાજપના મુખ્યમંત્રીઓની પરિષદને સંબોધી રહ્યા હતા. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા અને વરિષ્ઠ નેતાઓ રાજનાથ સિંહ અને અમિત શાહે હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર દ્વારા પુરસ્કૃત યોજનાઓ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી છે અને રાજ્યોએ તેનાં અમલીકરણ દરમિયાન ચેડાં કરવાનુ ટાળવું જોઇએ.
Site Admin | જુલાઇ 29, 2024 11:06 એ એમ (AM) | India | pmmodi
કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને અનુરોધ
