કેન્દ્ર સરકારની મુખ્ય પહેલ મેક ઇન ઇન્ડિયાને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે.આ સમયગાળા દરમિયાન સરકારે લીધેલાં કેટલાંક પગલાંને કારણે ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે અને આર્થિક વ્યવસ્થા પણ મજબૂત બની છે.અમારા દિલ્હીના પ્રતિનિધી જણાવે છે કે, 25 સપ્ટેમ્બર 2014ના રોજ મોદી સરકારે રોકાણને સરળ બનાવવા, નવીનતાઓને પ્રોત્સાહન આપવા,વિશ્વ-કક્ષાની માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવા અને ભારતને ઉત્પાદન, ડિઝાઇન અને નવીનતાના હબ તરીકે સ્થાન આપવા માટે મેક ઇન ઈન્ડિયા પહેલ શરૂ કરી હતી.અવકાશથી લઈને સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક્સથી લઈને ઈલેક્ટ્રિક વાહનો સુધી,મેક ઈન ઈન્ડિયા વાસ્તવિકતા બની ગઈ છે.આ પહેલ બાદ ભારત વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો મોબાઈલ ઉત્પાદક બની ગયો છે.પાછલા દાયકામાં,ભારતે દર કલાકે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે,જે લગભગ 15 લાખ નોકરીઓનું સર્જન કરે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઈન ઈન્ડિયા પહેલના 10 વર્ષ પૂરા થવાને બિરદાવ્યું છે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોદીએ રેખાંકિત કર્યું કે મેક ઇન ઇન્ડિયા 140 કરોડ ભારતીયોના સામૂહિક સંકલ્પને કારણે રાષ્ટ્રને ઉત્પાદકતા અને નવીનીકરણ પાવરહાઉસમાં પરિવર્તિત કરે છે.તેમણે ઉમેર્યું હતું કે સુધારામાં ભારતની પ્રગતિ ચાલુ રહેશે અને સાથે મળીને આપણે આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરીશું.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 2:00 પી એમ(PM) | મેક ઇન ઇન્ડિયા