ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 4, 2024 2:37 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાતાપાણીને મધ્યપ્રદેશના 8મા વાઘ અભ્યારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો

કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રાતાપાણીને મધ્યપ્રદેશના 8મા વાઘ અભ્યારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે કહ્યું છે કે મધ્યપ્રદેશ માટે આ એક મોટી ભેટ છે અને મધ્યપ્રદેશ હવે સાચા અર્થમાં ટાઇગર સ્ટેટ બની ગયું છે.
ડોક્ટર મોહન યાદવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનતા કહ્યું કે, તેમણે હંમેશા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે મધ્યપ્રદેશને પ્રાથમિકતા આપી છે.
રાતાપાણી વાઘ અભયારણ્યમાં 90 થી વધુ વાઘ અને અન્ય વન્યજીવો છે. રાતાપાણીને અભયારણ્ય જાહેર કરવાથી આ વિસ્તારમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ