ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 4, 2025 8:01 પી એમ(PM)

printer

કેન્દ્ર સરકારના ડિજીટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ના મુસદ્દામાં નાગરિકોની માહિતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઇ

કેન્દ્ર સરકારે જાહેર કરેલા ડિજીટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ના મુસદ્દામાં નાગરિકોની માહિતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઇ છે.
કેન્દ્રીય માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આકાશવાણી સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ મુસદ્દામાં ત્રણ મુખ્ય જોગવાઇઓ છે. જેમાં નાગરિકની વ્યક્તિગત માહિતીનું રક્ષણ થાય, બાળકોને સંભવિત ડિજીટલ ખતરાથી રક્ષણ આપવું અને નાગરિકો પોતાના અધિકારોનો સરળતાથી ઉપયોગ કરી શકે જેવી મહત્વની બાબતોનો સમાવેશ કરાયો છે.
શ્રી વૈષ્ણવે કહ્યું કે સુચિત નિયમો વ્યવહારુ અને સંતુલિત છે. સરકારે આ નિયમોની મદદથી દેશની નવકલ્પના વ્યવસ્થા અને નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવામાં સંતુલન સાધ્યું છે.
અમારા સંવાદદાતા જણાવે છે કે ડિજીટલ વ્યક્તિગત માહિતી સંરક્ષણ ધારાના સરળતાથી અમલીકરણ માટે માહિતી ટેક્નોલોજી મંત્રાલયે ડિજીટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ની રચના કરી છે. સંબંધિતો સૂચિત ધારાના મુસદ્દા અંગે પોતાના પ્રતિભાવો રજૂ કરી શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ