કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં “મોન્સૂન ફેસ્ટિવલ” અંતર્ગત સાંસ્કૃતિક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોસ્ટ ગાર્ડ દ્વારા એર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના કલાકારો, વેસ્ટર્ન કલ્ચરલ આર્ટસ સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. પ્રદેશના પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાના હસ્તે સાંસ્કૃતિક પરેડને લીલી ઝંડી દર્શાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે આદિવાસી ડાન્સ, રોડ શો, કાર્ટૂન કેરેક્ટર, લાઈવ મ્યુઝિક બેન્ડ, વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી…