કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે. શ્રી ચૌહાણ આજે મધ્યપ્રદેશના રાયસેનમાં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત જમીન સર્વેક્ષણ-નકશાનો શુભારંભ પ્રસંગે આ મુજબ જણાવ્યું હતું. શ્રી ચૌહાણે કહ્યું કે નકશા કાર્યક્રમ મિલકતનો નકશો બનાવશે અને મિલકતના રેકોર્ડ સુધારવામાં મદદ કરશે. દરમિયાન, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે કહ્યું કે નકશા પ્રોજેક્ટમાં જમીનના રેકોર્ડ સુધારવામાં આવશે.
નકશા પ્રોજેક્ટનો ઉદ્દેશ આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમો દ્વારા નાગરિકોને તેમના જમીનના રેકોર્ડની સરળ અને સુરક્ષિત માહિતી પ્રદાન કરવાનો છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 7:29 પી એમ(PM) | કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી
કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે :કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
