કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી શરૂ કરવામાં આવી છે.. આ શરૂ કરાયેલી ખરીદીના ભાગરૂપે કચ્છમાં કુલ 3 હજાર 936 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે ભુજ, અંજાર, રાપર, અબડાસા, માંડવી અને ભચાઉ ખાતેનાં સેન્ટર પરથી એક મણના બે હજાર 716 રૂપિયાના ભાવે 107 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે.
ભારત અને રાજ્ય સરકારના માધ્યમથી અને ઈન્ડિયા ગ્રો ઉત્પાદક કંપનીના સહયોગે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી કરવાનો નિર્ણય કરાયા બાદ કચ્છના 10 તાલુકામાંથી 3 હજાર 936 ખેડૂતે ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબિન વેચવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં અંજાર તાલુકામાં 842, ભુજ તાલુકામાં 810, માંડવીમાં 603, રાપર તાલુકામાં 725, ભચાઉમાં 325, અબડાસામાં 364, નખાત્રાણા 178, લખપત 51, મુંદરા 37 અને ગાંધીધામમાં એક ખેડૂતનો સમાવેશ થાય છે.
Site Admin | નવેમ્બર 17, 2024 3:16 પી એમ(PM)