કેન્દ્ર અને રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન-પ્રદાન યોજના અંતર્ગત જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સફેદ વાઘની જોડી આપવામાં આવી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી સિંહ અને સિંહણને રાજકોટ પ્રદ્યુમન પાર્કમાં મોકલવામાં આવ્યા છે જેની સામે રાજકોટ પ્રદ્યુમન પાર્કમાંથી સફેદ વાઘ અને સફેદ વાઘણ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા છે.
મુખ્ય વન સંરક્ષક અક્ષય જોશીના જણાવ્યા મુજબ આ વાઘ દંપતિનું 21 દિવસનું કવોરન્ટાઇન પૂર્ણ થઈ જતા આજથી પ્રવાસીઓ માટે તેમને નિહાળી શકશે, તેમને પાંજરાને બદલે કુદરતી વાતાવરણમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયના સફારી પાર્કમાં રાખવામાં આવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 3:17 પી એમ(PM) | જુનાગઢ