કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી આવતીકાલે રાંચીમાં સાતમા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૪ના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનો હેતુ સક્ષમ આંગણવાડી કેન્દ્રો દ્વારા લાભાર્થીઓ અને સમુદાયોની ભાગીદારી વધારવાનો છે.
કાર્યક્રમના સ્થળ પર ઝારખંડ સરકાર દ્વારા મિશન પોષણ 2.0 ના પાસાઓ દર્શાવતું એક પ્રદર્શન પણ યોજવામાં આવશે. આ સમાપન સમારોહ દરમિયાન સમગ્ર ભારતમાં સ્થિત 11,000થી વધુ સક્ષમ આંગણવાડી કેન્દ્રોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે. કુમળી વયે બાળકના પોષણ અને ભણતરમાં સુધારો કરવાના હેતુથી આ સક્ષમ આંગણવાડીઓનું કાયાકલ્પ કરવામાં આવ્યું છે..
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 8:11 પી એમ(PM) | કેન્દ્રીય સ્ત્રી અને બાળ વિકાસ મંત્રી