ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 7:14 પી એમ(PM)

printer

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ વડોદરા ખાતે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ વડોદરા ખાતે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાની સમીક્ષા કરી હતી. શ્રી આઠવલેએ વડોદરા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છાત્રો માટેની શિષ્યવૃત્તિ, હોસ્ટેલ સુવિધા, નિવાસી શાળાઓ અંગેની પણ માહિતી મેળવી હતી.

આ ઉપરાંત સફાઇ કામદારો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગજનો માટેની યોજનાઓની પણ સમીક્ષા કરી હતી. દિવ્યાંગજનોને કેન્દ્ર સરકારની એલિમ્કો કંપની મારફત મહત્તમ સાધન સહાય મળે તેવું પ્રેરક સૂચન પણ તેમણે કર્યું હતું. વડોદરા શહેરમાં સયાજી બાગ ખાતે નિર્માણાધિન ડો. બાબા સાહેબ સંકલ્પ ભૂમિ સ્મારકમાં કાર્યપ્રગતિનો અહેવાલ પણ તેમણે જાણ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ