કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગઇકાલે 10 હજારથી વધુ નવી સ્થાપિત બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્યઉદ્યોગ સહકારી સંસ્થાઓને રાષ્ટ્રને સમર્પિત કરી છે. શ્રી શાહે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવી રચાયેલી સહકારી મંડળીઓને નોંધણી પ્રમાણપત્રો, રુપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો એટીએમનું પણ વિતરણ કર્યું હતું.
આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે, કેન્દ્ર સરકાર સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપીને ગ્રામીણ અર્થતંત્રને નવી તાકાત આપી રહી છે. તેમણે કહ્યું કે, સરકાર પાંચ વર્ષના લક્ષ્યાંક કરતાં ઘણી આગળ બે લાખ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS) સ્થાપશે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 9:44 એ એમ (AM)