કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, સરકાર પાંચ વર્ષના લક્ષ્ય પહેલાં બે લાખ પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ સ્થાપશે. આ પહેલ દ્વારા ખેડૂતોની ઉપજ સરળતાથી વૈશ્વિક બજાર સુધી પહોંચી શકશે. નવી દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમમાં આજે 10 હજારથી વધુ નવી સ્થપાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ, ડેરી અને મત્સ્યોધ્યોગ સહકારી એકમો રાષ્ટ્રને સમર્પિત કરતા શાહે આ મુજબ જણાવ્યું હતું. ગાંધીનગરમાં ‘પ્રત્યેક પંચાયતમાં વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓ’ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ સહકાર વિભાગના અધિકારીઓને સ્વચ્છ અને સ્વસ્થ વિભાગનો પુરસ્કાર જીતવા માટે નિર્ધાર કરવા જણાવ્યું હતું.(બાઈટઃ જગદીશવિશ્વકર્મા,રાજ્યકક્ષાના મંત્રી)
Site Admin | ડિસેમ્બર 25, 2024 7:32 પી એમ(PM) | કૃષિધિરાણ મંડળીઓ