રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા ગુજરાતની સહકારીમંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાન સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બેવર્ષમાં 1 હજાર 470 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલાએક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ મુજબ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સહકારી મંડળીઓ અને સંઘોને NCDC દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં 37કરોડ 40 લાખ રૂપિયા હતો જે 2023-24માં વધીને 586 કરોડ 99 લાખ રૂપિયા પહોંચી ગયોછે. ગુજરાતમાં 82 હજાર 143 સહકારી મંડળીઓ નોંધાયેલી છે. શ્રી શાહે ઉમેર્યું કે, મંડળીઓને સદ્ધર બનાવવા,ભારત સરકારે 2 હજાર 516 કરોડના કુલ નાણાકીય ખર્ચે હાલકાર્યરત મંડળીઓના કમ્પ્યૂટરાઈઝેશન માટેના એક પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેના થકી દેશની તમામ કાર્યરત મંડળીઓ એક સમાન ERP આધારિત રાષ્ટ્રીય સોફ્ટવેર સાથે જોડાઈ જશે,
Site Admin | જુલાઇ 25, 2024 7:41 પી એમ(PM) | અમિત શાહ
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને ધિરાણ અને અનુદાનસ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1 હજાર 470 ટકાનો વધારો નોંધાયો
