કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આવતીકાલે ચેન્નાઇ ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડનાં અત્યાધુનિક રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેમજ ચેન્નાઈમાં મરીન પોલ્યુશન રિસ્પોન્સ સેન્ટર અને પુડુચેરીમાં કોસ્ટ ગાર્ડ એર એન્ક્લેવનું પણ ઉદ્ઘાટન કરશે, જે દરિયાઈ પ્રદુષણ ઘટાડવા તેમજ દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નિર્ણાયક સાબિત થશે. ઉદ્ઘાટન બાદ રાજનાથ સિંહના હસ્તે એમ કરુણાનિધિની જન્મ શતાબ્દીના સન્માનમાં એક સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 8:23 પી એમ(PM)