કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 46 ટકા ભારતમાં થાય છે.આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય 6G સિમ્પોઝિયમના ઉદ્ઘાટન સત્રને સંબોધતા સિંધિયાએ જણાવ્યું છે કે આ વર્ષે ઓગસ્ટમાં UPI પર 275 બિલિયન ડૉલરના લગભગ 1.5 બિલિયન વ્યવહારો થયા હતા.તેમણે દરેક નાગરિક માટે સાયબર સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત 6G ટેકનોલોજીમાં વિશ્વનું નેતૃત્વ કરશે.સિંધિયાએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા સબકા સાથ, સબકા વિકાસ સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસના મૂળભૂત પરિસર પર આધારિત છે.
Site Admin | ઓક્ટોબર 16, 2024 2:14 પી એમ(PM) | જ્યોતિરાદિત્ય સિંધિયા
કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 46 ટકા ભારતમાં થાય છે
