ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 14, 2024 2:26 પી એમ(PM)

printer

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કહ્યું કે, ‘ભારતે માત્ર 22 મહિનામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 80 ટકા વસતિને આવરી લેતા ફાઈવ-જી દૂરસંચાર સેવા શરૂ કરી દીધી છે.’

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે કહ્યું કે, ‘ભારતે માત્ર 22 મહિનામાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 80 ટકા વસતિને આવરી લેતા ફાઈવ-જી દૂરસંચાર સેવા શરૂ કરી દીધી છે.’
નવી દિલ્હીમાં પાંચમી વૈશ્વિક ધોરણો પરિસંવાદના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરતા શ્રી સિંધિયાએ કહ્યું કે, ‘ફાઈવ-જી રોલઑવરથી વર્ષ 2040 સુધી અર્થવ્યવસ્થામાં 450 મિલિયન અમેરિકી ડૉલરનું રોકાણ થવાની આશા છે.’ આ પરિસંવાદ અંગે મંત્રીએ કહ્યું કે, ‘આ વૈશ્વિક સંવાદ માટે એક પ્રકાશ સ્તંભ તરીકેકામ કરશે, જેથી ધોરણો પર સામાન્ય સંમતિ કરી શકાય.
આ નવી ટેક્નૉલોજીના વૈશ્વિક રોલઆઉટનુંસમર્થન કરશે.’ મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ‘વિશ્વ ટેક્નૉલોજી અને નવિનતામાં એક આદર્શ ફેરફાર જોઈ રહ્યું છે. એટલે ધોરણો, નિયમોનો ખ્યાલ વધુમહત્વનો થઈ ગયો છે.’

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ