કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે શ્રમ બોર્ડ ટૂંક સમયમાં અનૌપચારિક ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા હેઠળ લાવશે. ડૉ. માંડવિયાએ નવી દિલ્હીમાં અનૌપચારિક ક્ષેત્રમાં કામદારો માટે ઔપચારિકતા અને સામાજિક સુરક્ષા કવરેજ પર બે દિવસીય આંતરરાષ્ટ્રીય સેમિનારના ઉદ્ઘાટન પ્રસંગે આમ જણાવ્યું હતું. માંડવિયાએ ઉમેર્યું કે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના કામદારો માટે સામાજિક સુરક્ષા સરકારનીપ્રાથમિકતા છે. વધુ માહિતી આપતા શ્રી માંડવિયાએ આ મુજબ જણાવ્યું. (બાઇટ: ડૉ.મનસુખ માંડવિયા -કેન્દ્રીય મંત્રી)
Site Admin | જાન્યુઆરી 20, 2025 8:09 પી એમ(PM) | કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી