કેન્દ્રીય શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ભાવનગરના પ્રવાસે આવશે. શહેરના લોકોની સુખાકારી માટે 149 કરોડ રૂપિયાથી વધુના 11 જેટલા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને બે કરોડ રૂપિયાના એક કામનું લોકાર્પણ કરાશે.
શ્રી માંડવિયા ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે ભાવનગર મહાનગરપાલિકાના લોકાર્પણ-ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે તેઓ P.M.S.S.Y. સર. ટી. હોસ્પિટલની મુલાકાત લઈ અનાજના A.T.M.ની મુલાકાત લેશે.
Site Admin | ડિસેમ્બર 15, 2024 8:12 એ એમ (AM) | ડૉ. મનસુખ માંડવિયા