ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2024 7:13 પી એમ(PM)

printer

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટમાં પશ્ચિમનાં રાજ્યોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે રાજકોટ પહોંચ્યા હતા .ત્યાં તેમણે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં પહોંચતા તેમણે જણાવ્યું હતુ કે, વર્તમાન બજેટ યુવાનોને રોજગારી માટેનુ રહ્યું હતું. આગામી 5 વર્ષમા 2 લાખ કરોડ ઇન્વેસ્ટ કરીને 4 કરોડ રોજગારીનું નિર્માણ કરવામા આવશે. જેમાં દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઇન્ટરનશીપ આપવામાં આવશે. બેઠકમાં શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવરા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ચર્ચાવિચારણાની શ્રેણીનો એક ભાગ છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ