કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજકોટમાં ગોંડલ પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવ્યો હતો. નવા માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી માંડવિયાએ કેન્દ્રીય અંદાજપત્ર અંગે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને પરિસંવાદ કર્યો હતો.
મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, નાગરિકોના પ્રશ્નોનો સકારાત્મક નિકાલ લાવવાના ભાગરૂપે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજાઈ હતી.બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આ વિસ્તારના ઉદ્યોગોની વર્તમાન પરિસ્થિતિને જાણવાનો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગો સંબંધિત સમસ્યાઓ સાંભળીને તેનો ઉકેલ લાવવા જરૂરી સૂચન આપ્યા હતા.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે ઉપલેટા ગુરૂનાનક મંદિર ખાતે ભાજપ દ્વારા યોજાયેલી સર્વરોગ નિદાન શિબિરનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ રાણાવાવ ખાતે તેઓ માલધારી નેસનિવાસી માલધારીઓ સાથે મુલાકાત કરશે. તેમ જ પોરબંદર ખાતે બપોરે 2 વાગ્યે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે પરિસંવાદ કરશે. ઉપરાંત શ્રી માંડવિયાએ ભોદ, રાણાવાવ ખાતે ઘેડ સામાજિક વિકાસ સમિતિ દ્વારા યોજાયેલા તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | ઓગસ્ટ 18, 2024 7:59 એ એમ (AM) | મંત્રી મનસુખ માંડવિયા