ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 8, 2025 2:50 પી એમ(PM)

printer

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દિન દયાળ પોર્ટ કંડલાના ગ્રીન હાઈડ્રોજન એકસેલન્સ સેન્ટરનું ખાતમુહુર્ત કર્યું

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દિન દયાળ પોર્ટ કંડલાના ગ્રીન હાઈડ્રોજન એકસેલન્સ સેન્ટરનું ખાતમુહુર્ત તથા વેસ્ટ રીસાયક્લીંગ પ્લાન્ટ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ઈમારતો સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.
શ્રી સોનોવાલે કંડલા મહાબંદરના ભાવિ આયોજનો પૈકી 57 હજાર કરોડના નવા બે પ્રકલ્પ આકાર પામશે તેવી જાહેરાત કરી હતી, જે પૈકી ક્રીક બહાર 27 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નવું મેગા ટર્મિનલ પોર્ટ અને 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચે શિપ બિલ્ડીંગ પ્રોજેક્ટ સામેલ છે. જેથી, કંડલા પોર્ટ આગામી સમયમાં મેગા ટર્મિનલ પોર્ટ બનશે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઈડ્રોજન ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, ત્યારે આગામી દિવસોમાં કંડલા પોર્ટ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે દેશનું હબ બનશે. ચાલુ નાણાકીય વર્ષમાં 150 મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલ કરવા માટેનો લક્ષ્યાંક છે. અને આગામી ત્રણ વર્ષમાં પોર્ટ 300 મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગ કરશે. તેમ પણ કેન્દ્રીય શીપીંગ મંત્રીએ ઉમેર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ