ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 15, 2024 6:24 પી એમ(PM)

printer

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હી ખાતે ત્રણ નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સેન્ટર્સ ઑફ એક્સેલેન્સ (AI -COE)ની જાહેરાત કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હી ખાતે ત્રણ નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સેન્ટર્સ ઑફ એક્સેલેન્સ (AI -COE)ની જાહેરાત કરી છે. આ કેન્દ્રો આરોગ્ય, કૃષિ અને ટકાઉ શહેરો પર ધ્યાન કેન્દ્રીત કરશે.આ પ્રસંગે સંબોધન કરતા શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, આ કેન્દ્રો સંશોધન, નવાચાર અને અર્થતંત્ર તેમજ સામાજિક કલ્યાણ ક્ષેત્રે મહત્વનો ભાગ ભજવશે. શૈક્ષણિક સંસ્થાનો,ઉદ્યોગ સાહસિક તેમજ ઉદ્યોગ સંસ્થાનો દ્વારા તેમનું નેતૃત્વ અને સંચાલન થશે. જેમાં આંતરશાખાકીય સંશોધન,અત્યાધુનિક એપ્લિકેશનો વિકાસ તેમજ વ્યાપક ઉકેલો અંગે કામ થશે. દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલ,IIT રોપર અને IIT કાનપુર ખાતે આ ત્રણ કેન્દ્રો વિકસાવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ