કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ વૈશ્વિક સ્તરે જવાબદાર નાગરિકો તૈયાર કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં ભવિષ્યનો દૃષ્ટિકોણ વિકસિત કરવાનો છે. નવી દિલ્હીમાં અમેરિકા-ભારત રાજદ્વારી સહકારમંચ દ્વારા આયોજીત ‘ભારત નેતૃત્વ સંમેલન 2024’ને સંબોધતા તેમણે આમ જણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પાંચમા વર્ષમાં અમલીકરણની પ્રશંસા કરી. વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર વિશ્વવિદ્યાલયો પાસેથી સૂચનો મંગાવી રહી છે.તેમણે વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરને અનૂરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણઆપવા પર ભાર મૂક્યો. શ્રી પ્રધાને જણાવ્યું કે મંત્રાલય હવે કૌશલ્યની સાથે-સાથેટેકનૉલોજી દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપી રહ્યું છે. તેમણેડિગ્રી અથવા પ્રમાણપત્રો પર યોગ્યતા મૂકવાના પ્રધાનમંત્રીના આગ્રહનો પુનરોચ્ચારકર્યો.
Site Admin | ઓક્ટોબર 14, 2024 7:41 પી એમ(PM)
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ વૈશ્વિક સ્તરે જવાબદાર નાગરિકો તૈયાર કરવાનો તેમજ વિદ્યાર્થીઓમાં ભવિષ્યનો દૃષ્ટિકોણ વિકસિત કરવાનો છે
