ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 24, 2024 11:53 એ એમ (AM)

printer

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET -યૂજી પરીક્ષાના પેપર લીક મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NEET -યૂજી પરીક્ષાના પેપર લીક મામલે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો છે.
શ્રી પ્રધાને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર પારદર્શક, કૌભાંડ મુક્ત અને ખામી રહિત પરીક્ષા પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું સરકાર એનટીએને ખામી રહિત સંસ્થા બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેઓ NEET કૌભાંડમાં સંડોવાયેલા છે તેમને બક્ષવામાં આવશે નહીં.
તેમણે ઉમેર્યું હતું કે NTA ના સંપૂર્ણ સુધારા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે અને સમિતિએ નિષ્ણાતોના અભિપ્રાયો એકત્રિત કર્યા છે, આ દિશામાં વિવિધ માળખાઓનો અભ્યાસ કરાયો છે.
શિક્ષણ મંત્રીએ કોંગ્રેસની ટીકા કરતા આરોપ મૂક્યો કે, રાહુલ ગાંધી પરીક્ષા વ્યવસ્થા મામલે દેશના લોકોને ભ્રમિત કરી રહ્યા છે. તેમણે શ્રી ગાંધી પર NEET મુદ્દે અશાંતિ અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ મૂકતા માફી માગવા કહ્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ