ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 15, 2025 7:17 પી એમ(PM)

printer

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાશી-તમિલ સંગમમના ત્રીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં કાશી-તમિલ સંગમમના ત્રીજા તબક્કા અને કેટીએસ પોર્ટલનો શુભારંભ કર્યો. શ્રી પ્રધાને જણાવ્યું કે આ વર્ષે કાશી તમિલ સંગમમ 15 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ઉજવાશે. તેમણે કહ્યું કે આ 10 દિવસીય કાર્યક્રમમાં એક હજાર 200 પ્રતિનિધિ, શિલ્પકાર અને સંશોધકો જોડાશે. આ વર્ષનું આયોજન સિદ્ધ ચિકિત્સા પદ્ધતિ અને શાસ્ત્રીય તમિલ સાહિત્યમાં ઋષિ અગસ્ત્યના મહત્વપૂર્ણ યોગદાન પર આધારિત છે. આ તબક્કામાં પાંચ શ્રેણી અંતર્ગત અંદાજે એક હજાર લોકો ભાગ લેશે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખેડૂતો, નાના સાહસિકો, મહિલાઓ તેમજ શોધકો સહભાગી થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ