શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’ નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં આ નીતિનું ચૂસ્ત પણે પાલન થઈ રહ્યું છે.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ પાંચ અને ધોરણ આઠની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે; સાથોસાથ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ થઈ ગયો છે.
Site Admin | ડિસેમ્બર 24, 2024 9:52 એ એમ (AM) | પ્રફુલભાઈ પાનશેરીયા