કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી કિર્તીવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે, હાલમાં 16 દેશ ભારતીય પાસપૉર્ટધારકોને વિઝામુક્તપ્રવેશ આપી રહ્યા છે. લેખિત જવાબમાં શ્રી સિંહે કહ્યું કે, 40 દેશ ભારતીય પાસપૉર્ટધારકોનેઆગમન થતાં જ વિઝા અને 47 દેશ ઈ-વિઝાની સુવિધા આપી રહ્યા છે. શ્રી સિંહે ઉંમેર્યું કે, કેન્દ્ર સરકાર એવા દેશોની સંખ્યાવધારવાના પ્રયાસ કરી રહી છે, જે વિશ્વભરમાં પ્રવાસને સરળ બનાવવા માટે ભારતીયોને વિઝામુક્ત પ્રવેશ, આગમન પર જ વિઝા અને ઈ-વિઝાસુવિધા પૂરી પાડી શકે.
Site Admin | જુલાઇ 25, 2024 8:22 પી એમ(PM) | રાજ્યમંત્રી