કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી માલદીવના ત્રણ દિવસીય પ્રવાસે છે. આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારીને મજબૂત બનાવવાનો તેમજ દ્વિપક્ષીય સંબંધો માટેના નવા અવસર ઉભા કરવાનો છે. જૂનમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ માટે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની ભારત યાત્રા બાદ વિદેશ મંત્રી આ પ્રવાસ કરી રહ્યા છે. માલદીવ ભારતનો સમુદ્રી પાડોશી દેશ છે, જે હિન્દ મહાસાગારમાં રાજદ્વારી મહત્વ ધરાવે છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 10:55 એ એમ (AM) | વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર