કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “જૈવિક ખેતી સારી આવક અને રોજગાર સર્જન કરવામાં મજબૂત માધ્યમ બની ગઈ છે.” શ્રી ગોયલે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય જૈવિક ઉપજ કાર્યક્રમની આઠમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરતા કહ્યું, “જૈવિક ખેતીથી ખેડૂતોની આવક વધી છે.”
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “હાલમાં જૈવિક વસ્તુઓની નિકાસ છ હજાર કરોડ રૂપિયા છે, જે આગામી ત્રણ વર્ષમાં 20 હજાર કરોડ રૂપિયા થવાની સંભાવના છે.”
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:19 પી એમ(PM) | વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ