કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ભારતની તબીબી પ્રગતિ પાછળના પ્રેરક બળ તરીકે પોતાને સ્થાપિત કરવા માટે ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે.
મુંબઈમાં ભારતીય ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના 63મા વાર્ષિક દિવસના કાર્યક્રમને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે નોંધપાત્ર પ્રગતિ કરી છે પરંતુ હજુ પણ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. તેમણે ભાર મૂક્યો કે, આ ક્ષેત્રની બધી કંપનીઓ, પછી ભલે તે નાની હોય કે મોટી, દેશને ગૌરવ અપાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.
તેમણે પ્રદેશના યુવા વ્યાવસાયિકો અને મહિલાઓને નેતૃત્વની ભૂમિકાઓ અપનાવવા હાકલ કરી. અને વ્યવસાય કરવાની પ્રક્રિયાઓને સરળ બનાવવા અને ઉદ્યોગની ચિંતાઓને દૂર કરવા માટે નિયમોને સરળ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:46 એ એમ (AM) | પીયૂષ ગોયલ
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને ગુણવત્તા અને નવીનતાને પ્રાથમિકતા આપવા વિનંતી કરી.
