કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે વિજ્ઞાન, ઉદ્યોગ, કાયદો અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું. મુંબઈમાં પારસી હેરિટેજ પરના સત્રમાં મુખ્ય વક્તવ્ય આપતાં, શ્રી. રિજિજુએ કહ્યું કે પારસીસમુદાય ઘટતી વસ્તીના પડકારનો સામનો કરી રહ્યો છે. આ મુદ્દાને ઉકેલવા માટે, દેશમાં પારસી વસ્તી વધારવા માટે ‘જિયો પારસી’ યોજના લાગુ કરવામાં આવી રહી છે.દરમિયાન મીડિયા સાથે વાત કરતાશ્રી. રિજિજુએ કહ્યું હતું કે વકફ (સુધારા) બિલને લઈને કોઈએ ખોટી માહિતી ફેલાવવી જોઈએ નહીં . તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બિલની સમીક્ષા કરવા માટે એક સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવામાં આવી છે અને સંબંધિત વ્યક્તિઓ સમિતિ સમક્ષ તેમનામંતવ્યો રજૂ કરી શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 8:00 પી એમ(PM)
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે વિજ્ઞાન, ઉદ્યોગ, કાયદો અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું.
