કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અંગમાલીથી એરુમેલી સુધી સબરી રેલવે લાઇનના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે. શ્રી વૈષ્ણવ કેરળના ત્રિશૂર રેલવે સ્ટેશન પર એક સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આગામી ટૂંક સમયમાં આ યોજના સંદર્ભે કેરળ સરકારને એક ડ્રાફ્ટ મોકલશે.
કેરળ સરકાર દ્વારા પ્રસ્તાવિત હાઇ-સ્પીડ કે-રેલ યોજનાનો ઉલ્લેખ કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે જો પરિયોજના સાથે જેડાયેલા તમામ પર્યાવરણીય મુદ્દાઓનો ઉકેલ આવી જશે તો આ યોજના ટૂંક સમયમાં શરૂ કરી શકાશે. તેમણે ઉમેર્યું કે રેલવેનો વિકાસ રાજકારણથી ઉપર હોવો જોઈએ, અને લોકોના સમગ્ર વિકાસ પર ધ્યાન કેન્દ્રીત હોવું જોઈએ.
Site Admin | નવેમ્બર 3, 2024 7:55 પી એમ(PM) | કેન્દ્રીય રેલવેમંત્રી
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર અંગમાલીથી એરુમેલી સુધી સબરી રેલવે લાઇનના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે.
