ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 14, 2024 3:55 પી એમ(PM)

printer

કેન્દ્રીય રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકેએ આજે આમદાવાદ હાટ ખાતે આદિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે

કેન્દ્રીય રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકેએ આજે આમદાવાદ હાટ ખાતે આદિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે.
આ પ્રસંગે રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જનજાતીય કાર્ય મંત્રાલય અને ટ્રાઇબલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે આયોજીત આ આદિમહોત્સવમાં હાથશાળ અને હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન યોજાયું છે. 22 ઑક્ટોબર સુધી આ પ્રદર્શનની મુલાકાત લઈ શકાશે. આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકે જણાવ્યું કે આ પ્રકારના આયોજનો થકી આદિજાતિ સમુદાયોના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિને ઓળખ મળે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આદિજાતિ પરિવારોને ખરા અર્થમાં સ્વાભિમાન, સન્માન અને ગૌરવ અપાવ્યું છે અને તેમના શાસનમાં આદિજાતિના પરિવારોના વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ