ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઈકલનું નેતૃત્વ કર્યું.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે ગુજરાતના અમદાવાદમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઑન સાઈકલનું નેતૃત્વ કર્યું. સમગ્ર દેશના લોકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ભારતીય રમતગમત સત્તામંડળ ગાંધીનગર દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અંદાજે 650 સાઈકલ સવારે ભાગ લીધો અને પેરાલિમ્પિયન ખેલાડી ભાવના ચૌધરીએ આ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.
બીજી તરફ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ વિજેતા રોહતાશ ચૌધરીએ સ્પર્ધકોને પ્રેરિત કર્યા હતા. દરમિયાન ભારતીય આરોગ્ય સંસ્થા- I.M.A.એ દેશભરમાં 25 જગ્યા પર સન્ડે ઑન સાઈકલનું આયોજન કર્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ