ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 16, 2025 9:43 એ એમ (AM)

printer

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીના જે.એલ.એન. સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય ફિટનેસ અને વેલનેસ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય ફિટ ઇન્ડિયા ચળવળના ફિટ, સ્વસ્થ અને સ્થૂળતા મુક્ત રાષ્ટ્રના વિઝન સાથે સુસંગત સ્વસ્થ અને સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં દોરડા કૂદવા, સ્ટેશનરી સાયકલિંગ, આર્મ રેસલિંગ, ક્રિકેટ બોલિંગ સહિત અનેક રમતગમત પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. ઉદ્ઘાટનમાં યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે અને બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના પણ હાજરી આપશે.
આ કાર્યક્રમ દરમિયાન, આગામી 20 માર્ચથી રાષ્ટ્રીય રાજધાનીમાં યોજાનાર ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો લોગોનું અનાવરણ અને રમતોત્સવના ખાસ ગીતની પ્રસ્તુતિ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ