કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ ડાંગના સાપુતારામાં કાર્યરત રમત ગમત સંકુલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૩૬માં ભારતમાં ઓલમ્પિક યોજાશે, તેના માટે ખેલાડીઓ મહેનત કરવી જોઇએ.
તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૪૭મા આઝાદીના સો વર્ષ પૂર્ણ કરે ત્યારે, દેશને રમત ગમત ક્ષેત્રે પાંચમા ક્રમે લાવવાનો પ્રયાસ કરવાનો છે. તે માટે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:22 પી એમ(PM)