ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 5, 2025 3:28 પી એમ(PM)

printer

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે સવારે ગુજરાતના પોરબંદરમાં તેમના મતવિસ્તારમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ “સન્ડે ઓનસાયકલ” પહેલમાં ભાગ લીધો હતો

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આજે સવારે ગુજરાતના પોરબંદરમાં તેમના મતવિસ્તારમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ “સન્ડે ઓનસાયકલ” પહેલમાં ભાગ લીધો હતો. ડો. માંડવીયાએ પોરબંદરના ઉપલેટા વિસ્તારમાં સ્થાનિકો સાથે સાયકલ રાઈડ કરી હતી. સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI) અને MYBharat ના સહયોગથી,ફિટનેસ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા લોકોને રવિવારે સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે “સન્ડે ઓન સાયકલ” પહેલ ગયા મહિને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ