કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે સવારે ગુજરાતના પોરબંદરમાં તેમના મતવિસ્તારમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ હેઠળ “સન્ડે ઓન સાયકલ” પહેલમાં ભાગ લીધો હતો. ડો.માંડવીયાએ પોરબંદરના ઉપલેટા વિસ્તારમાં સ્થાનિકો સાથે સાયકલ રાઈડ કરી હતી. સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (CFI) અને MY Bharat ના સહયોગથી, ફિટનેસ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા લોકોને રવિવારે સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે “સન્ડે ઓન સાયકલ” પહેલ ગયા મહિને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 5, 2025 2:20 પી એમ(PM)