કેન્દ્રીય યુવા બાબતોના મંત્રાલય દ્વારા વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ 2025 અંતર્ગત યોજાઈ રહેલો વિકસિત ભારત ક્વિઝની સમયમર્યાદા 5 દિવસ એટલે કે, 10મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આજે સોશ્યલ મિડીયા પર આ જાહેરાત કરી છે. વિકસિત ભારત ક્વિઝચેલેન્જ સ્પર્ધા 15 થી 29 વર્ષની વયના યુવાનો માટે ખુલ્લો છે. આકાશવાણી સાથે વાત કરતાં નેશનલ સર્વિસ સ્કિમ NSSના પ્રાદેશિક નિયામક કમલકુમાર કરે જણાવ્યું કે, ગુજરાતમાંથી અત્યારસુધીમાં 28 હજારથી વધુ યુવાઓએ આ ક્વિઝપૂર્ણ કરી છે. તેમણે યુવાનોને મોટી સંખ્યામાં આ ક્વિઝમાં સહભાગી થવા અનુરોધ કર્યોહતો.
Site Admin | ડિસેમ્બર 5, 2024 7:24 પી એમ(PM)
કેન્દ્રીય યુવા બાબતોના મંત્રાલય દ્વારા વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ 2025 અંતર્ગત યોજાઈ રહેલો વિકસિત ભારત ક્વિઝની સમયમર્યાદા 5 દિવસ એટલે કે, 10મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે
