કેન્દ્રીય યુવા અને ખેલ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આવતીકાલે નવી દિલ્હીમાં ખાતેથી ‘ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન’ – કિર્તી પહેલની બીજી શ્રેણીનો પ્રારંભ કરાવશે.
કિર્તીની કલ્પના આધુનિક આઇસીટી ઉપકરણો અને વૈશ્વિક શ્રેષ્ઠતમ રીતોના આધારે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ માટેની વ્યવસ્થા ઉભી કરવા માટે કરાઈ છે. તેનો હેતુ જમીની સ્તરના ખેલાડીઓને એક મંચ પર લાવવાનો છે.
આ પહેલ અંતર્ગત તમામ રાજ્યોના મળીને કુલ 20 લાખ પ્રતિભાશાળી ખેલાડીઓનું 2024-25 માટે મૂલ્યાંકન કરાશે. આ પહેલનો પ્રથમ તબક્કો ચંદીગઢમાં શરૂ કરાયો હતો. જેમાં 70 જેટલાં કેન્દ્રો પર ત્રણ લાખ, 683 ખેલાડીઓની નોંધણી કરાઈ. ઇચ્છુક એથલીટોનું મૂલ્યાંકન 11 જેટલી સ્પર્ધાઓમાં કરાયું, જેમાં તીરંદાજી, એથલેટિક્સ, બેડમિન્ટન, મુક્કેબાજી, ફૂટબૉલ, કબડ્ડી, ખો-ખો, વોલીબૉલ, ગોળા ફેંક અને કુશ્તી સામેલ છે.
Site Admin | જુલાઇ 18, 2024 8:14 પી એમ(PM) | ખેલો ઇન્ડિયા