કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ખાસ કરીને ફિલ્મ નિર્માણ, ડિજિટલ સામગ્રી નિર્માણ અને મીડિયા ટેક્નોલોજીમાં રોકાણને સમર્થન આપતી પહેલ દ્વારા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો છે. મંત્રીએ દેશનું સાંસ્કૃતિક મહત્વ વિશ્વને બતાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મંત્રીએ કહ્યું કે 55મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2024 અને વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ આગામી વર્ષે 5 થી 9 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. આ પ્રસંગે મીડિયા, ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગના વ્યાવસાયિકોને શ્રીમુરુગન સાથે ક્ષેત્રમાં ચાલી રહેલા પડકારો અને તકોની ચર્ચા કરવાની તક મળી હતી.
Site Admin | નવેમ્બર 10, 2024 8:59 એ એમ (AM) | કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય