કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સરકાર નાગરિકો માટે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. માર્ગ સલામતી પરના બીજા રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા,ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોમાં લગભગ 66 ટકા મૃત્યુ 18-45 વર્ષની વય જૂથમાં થાય છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે સરકારે કારની પાછળની સીટ પર બેઠેલા લોકો માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે, અને ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ જેવી તકનીકો પર પણ ભાર મૂક્યો છે.ગડકરીએ અધિકારીઓને વિનંતી કરી કે તેઓ લોકોને રસ્તા પર સંપૂર્ણ સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શું પરિણામો અને સાવચેતીઓ લઈ શકે છે તે વિશે શિક્ષિત કરે.
Site Admin | જાન્યુઆરી 16, 2025 8:19 પી એમ(PM) | નિતિન ગડકરી