કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે દેશભરમાં ઇથેનોલ બાયો-ઇંધણના 400 પંપ સ્થાપવામાં આવી રહ્યા છે. તેઓ આજેનવી દિલ્હીમાં કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી-CII દ્વારા આયોજિત બાયોએનર્જી સમિટ 2024માં બોલી રહ્યા હતા. સભાને સંબોધતા,મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર ત્રણ અલગ-અલગ ઓટોમોબાઇલબ્રાન્ડ્સ દ્વારા ફ્લેક્સ-એન્જિન વાહનો લોન્ચ કરવા માંગે છે.તેમણે કચરાનું સીએનજી, ઇથેનોલ અને મિથેન જેવા જૈવિક ઇંધણમાંરૂપાંતરણ કરવાની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતુંકે દેશમાં જૈવિક ઇંધણ આર્થિક રીતે પોષણક્ષમ છે.
Site Admin | ઓક્ટોબર 14, 2024 7:48 પી એમ(PM)
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે દેશભરમાં ઇથેનોલ બાયો-ઇંધણના 400 પંપ સ્થાપવામાં આવી રહ્યા છે
