કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુંકે આગામી પાંચ વર્ષમાં ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે. તેમણેકહ્યું કે આ ઉદ્યોગે અત્યાર સુધીમાં 4.5 કરોડ રોજગારીનું સર્જન કર્યું છે, જે દેશમાં સૌથીવધુ છે. શ્રીગડકરીએ ફેડરેશનઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ના એક કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે વૈશ્વિકસ્તરે ભારતીય ઓટોમોબાઈલ ઉત્પાદનોની માંગ ઘણી વધારે છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં ઉત્પાદિત તમામ દ્વિચક્રીવાહનોમાંથી 50 ટકા વાહનોની નિકાસ થાય છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 6:47 પી એમ(PM)