કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું અંદાજપત્ર એ ભારતને 2047 સુધીમાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંનું એક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ બિહાર અને આંધ્રપ્રદેશને જ અંદાજપત્રમાં વિશેષ સહાય આપી હોવાના વિરોધપક્ષના આરોપને વખોડી કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળતી આર્થિક સહાયમાં 340 ટકાનો વધારો થયો છે. સેમિ-કન્ડક્ટર,પવન ઊર્જા પ્લાન્ટ સહિતના કેટલાક વિકાસકાર્યો રાજ્યને ફાળવવામાં આવ્યા છે.
શ્રી પુરીએ કહ્યું કે, અંદાજપત્ર યુવાનોને કૌશલ્ય પ્રદાન કરીને તેમને પગભર બનાવવા, માળખાકીય વિકાસને મજબૂત બનાવવા તેમ જ ઊર્જાના ટકાઉ સંશાધનો વિકસાવવા પર વિશેષ ભાર મૂકે છે.
Site Admin | જુલાઇ 27, 2024 7:54 પી એમ(PM) | કેન્દ્રીય મંત્રી | હરદિપસિંહ પુરી