કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છના કંડલા મહાબંદર ખાતે 57 હજાર કરોડ રૂપિયાના નવા બે પ્રકલ્પ બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં ખાડીનીબહાર 27 હજાર કરોડ રૂપિયાનું નવું મૅગા ટર્મિનલ બંદર અને 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચે શિપ બિલ્ડીંગ પ્રૉજેક્ટનોસમાવેશ થાય છે.દરમિયાન શ્રી સોનોવાલે આજે દિનદયાળ બંદર ખાતે ગ્રીન હાઈડ્રૉજન એક્સલૅન્સ સેન્ટરનું ખાતમુહૂર્ત, વેસ્ટ રિસાઈકલિંગ પ્લાન્ટ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ઈમારત સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 8, 2025 7:13 પી એમ(PM)